મુંબઇ: ઈન્ડિયન નેવીના 21 જવાન કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચ્યો

દેશમાં કોરોના વાયરસના કેર વચ્ચે ભારતીય નેવીના 21 જવાનો કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. આ બધા જવાનોને મુંબઇની નેવી હોસ્પિટલમાં ખસેડાયા છે. ભારતીય નેવીમાં કોરોના સંક્રમણનો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે. જ્યારે ઈન્ડિયન આર્મીમાં કોરોનાના કેસ અગાઉ જોવા મળ્યા છે. ANIની ખબર મુજબ નેવીના INS એઁગ્રે બેસ પર કોરનાનો પહેલો મામલો 7 એપ્રિલના રોજ સામે આવ્યો હતો. નેવીના અધિકારીએ જાણકારી આપી છે કે આ તમામ કર્મચારીઓના સંપર્કમાં આવેલા કર્મચારીઓની પણ કોરોના તપાસ થઈ રહી છે. 

મુંબઇ: ઈન્ડિયન નેવીના 21 જવાન કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચ્યો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેર વચ્ચે ભારતીય નેવીના 21 જવાનો કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. આ બધા જવાનોને મુંબઇની નેવી હોસ્પિટલમાં ખસેડાયા છે. ભારતીય નેવીમાં કોરોના સંક્રમણનો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે. જ્યારે ઈન્ડિયન આર્મીમાં કોરોનાના કેસ અગાઉ જોવા મળ્યા છે. ANIની ખબર મુજબ નેવીના INS એઁગ્રે બેસ પર કોરનાનો પહેલો મામલો 7 એપ્રિલના રોજ સામે આવ્યો હતો. નેવીના અધિકારીએ જાણકારી આપી છે કે આ તમામ કર્મચારીઓના સંપર્કમાં આવેલા કર્મચારીઓની પણ કોરોના તપાસ થઈ રહી છે. 

મળતી માહિતી મુજબ ભારતીય નેવીના જે જવાનો કોરોના પોઝિટિવ મળ્યા છે તેઓને હાલ મુંબઇની નેવી હોસ્પિટલ આઈએનએચએસમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. જો કે આ બધા વચ્ચે એ વાતની પુષ્ટિ  થવાની બાકી છે કે નેવી શિપ પર તૈનાત કોઈ જવાન કે ઓફિસમાં તો કોરોના સંક્રમણ નથી ફેલાયો ને. 

ભારતીય આર્મીના 8 જવાનોમાં પણ કોરોનાનો ચેપ
આર્મી જનરલ એમએમ નરવણેએ માહિતી આપી હતી કે આર્મીમાં કુલ મળીને કોરોનાના 8 કેસ નીકળ્યા છે. જેમાં 2 ડોક્ટર અને એક નર્સ પણ સામેલ છે. તેમણે એણ પણ કહ્યું કે જે વાનો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં નથી આવ્યાં તેમને યુનિટમાં પાછા લાવવામાં આવી રહ્યાં છે. 

જુઓ LIVE TV

ભારતમાં કોરોનાનો આંકડો 14000 નજીક
અત્યાર સુધી ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 13835 પર પહોંચ્યો છે. જેમાંથી 1767ને ડિસ્ચાર્જ કરેલા છે જ્યારે 452 લોકોના મૃત્યુ થયા છે. આ બાજુ રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1640 પર પહોંચી છે. જ્યારે 38 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 51 લોકો ઠીક થયા છે. કન્ટેનમેન્ટ ઝોન વધારીને 66 કરાયા છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધીને 3205 થઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 194 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 300 લોકો ઠીક થયા છે. મહારાષ્ટ્રના ધારાવીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 100 ઉપર પહોંચી છે. ધારાવીમાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 15 નવા કેસ સામે આવ્યાં છે. 

આ બાજુ દુનિયાભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 22 લાખ ઉપર પહોંચી છે. જ્યારે દોઢ લાખથી વધુ લોકોના મોત થયા છે. 5 લાખ 72 હજાર લોકો ઠીક પણ થયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકો કોરોનાના ચેપની ચપેટમાં છે. હજારો લોકોએ જીવ પણ ગુમાવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news